ઇટાલિયન

પીઝા:-

સામગ્રી :-
પીઝા બેજ બનાવા માટે :-
500 َગ્રામ  મેંદો
2/1­2 ટેબલ સ્પુન માખણ
1 ટી સ્પુન યીસ્ટ
1 ટી  સ્પુન દળેલી ખાંડ
મીઠું પ્રમાણસર

સોસ માટે :-
500 ગ્રામ ટામેટા
2 નંગ ડુંગળી
7 લસણ ની કળી
1 ટી સ્પુન માખણ
1 ટી સ્પુન મરચું
1 ટી સ્પુન તજ - લવિંગ નો ભૂકો
મીઠું સ્વાદ પ્રમાણે
એક વાસણમાંમાખણ ગરમ કરી , તેમાં ડુંગળી  નું કચુંબર  અનેલસણની પેસ્ટ  નાખી સાતલવું  તેમાં બાફેલા  ટામેટાના કટકા, મીઠું મરચું ખાંડ , તજ - લવિંગ નો ભૂકો  અને થોડું પાણી નાખી ઘટ્ટ થાય એટલે ઉતારી સોસ ગાળી લવેો.

ટોપિંગ માટે :-
4 નંગ ટામેટા
2 નંગ ડુંગળી
2 કેપ્સીકમ
2 લીલા મરચા
1 ટી સ્પુન માખણ
1 પેકેટ મોસરીલા ચીજ

રીત :-
મેંદા માં મીઠું નાખી  ચાળવો. એક વાડકામાં ગરમ પાણી માં ખાડં નાખંવી. ખાડં ઓગળે એટલે યીસ્ટ ભભરાવી ઢાકંણ ઠાકી 15 મિનટ રાખવું યીસ્ટ ઓગળી જાય એટલે મેંદા માં માખણ મોણ નાખી , તેનાથી નરમ કણક બાધંવી. કણક ને ભીના કપડા થી ઢાકી ગરમ જગ્યા એ  લગભગ 1 કલાક રાખવી. કણક ફૂલી ને ડબલ થાય એટલે કણકને ફેરવી , મેંદા લોટ નું અટામણ લઈ જાડો  રોટલો વણવો. તેમાં કતા થી કાણા પાડવા.બેકિંગ ટ્રે ગ્રીસ કરી , તેમાંરોટલો મૂકી , 5 મિનટ બકે કરી કાઢી  લવેો. પછી રોટલા ઉપર ટોમેટો સોસ લગાડી , તેના ઉપર ડુંગળી ની સ્લાઈસ , કેપ્સીકમ ની કતર , લીલાં મરચા ના કટકા, અને ટામેટા ગોઠવી છેલ્લે કેપ્સીકમ  નું ખમણ ભભરાવી, માખણનાંટપકાંકરવા. ઓવનને થોડી  વારગરમ કરી  300 ફે . તાપમાને 15 થી 20 મીનીટ બેક કરવું  ચીઝ ઓગળી જાય  અનેપીઝા ક્રિસ્પી  થાય એટલે કાઢી , કટકાકરી  ટોમેટો કેચપ સાથેપીરસવા.

વેજીટેબલ પાસ્તા :-
સામગ્રી :
1 કપ બાફેલા મિશ્ર શાકભાજી (વટાણા, બટાકા, corns, ગાજર, કોબીજ વગેરે) 
2 ટી  મરી પાવડર
1 ટી  લસણ - સમારેલી
1 ટી  આદુ - સમારેલી
1 ડુંગળી - સમારેલી
1 - 2 ટામેટા - સમારેલી
1 કપ આછો કાળો રંગ
મીઠું
2 ટી ટમેટા સોસ
2-3 ચમચી તેલ અથવા માખણ
1 1/2 કપ પાણી
સફેદ સોસ માટે
2 ટી  મેદા
1/2 કપ દૂધ
1 ટી માખણ

રીત :-
મેક્રોની ને પાણી માં મીઠું નાખી પુરા બાફો. દૂધ અને મેંદા ને  મિક્ષ કરી ઘટ્ટ મિશ્રણ બનાવો.એક વાસણ માં માખણ નાખી તેમાં મેંદા અને દૂધ નું મિશ્રણ નાખી 2-3 મિનીટ માટે ઉકાળવાદો થોડો જાડો થાય તો દૂધ અથવા પાણી ઉમેરી સકોછો. એક વાસણ માં તેલ માં આદુ લસણ અને ડુંગળી નાખી આછી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો તેમાં ટામેટા નાખી થોડીવાર સાંતળો બાફેલા શાકભાજી અને મીઠું નાખી થોડી વાર ચડવાદો તેમાં ટમેટો સોસ અને મારી ઉમેરો 2 મિનીટ સારીરીતે ભેળવો પછી તેમાં બાફેલા મેક્રોની નાખી 5 મિનીટ ચડવાદો. તૈયાર છે વેજ પાસ્તા.......

 ગાર્લિક બ્રેડ :-
સામગ્રી :
1 બ્રેડ
100 ગ્રામ માખણ
1ટી લસણ ની પેસ્ટ
1/2 કપ મોજરીલા ચીજ

રીત :
માખણ, લસણ, ચીઝ અને મરી બ્રેડ પર સારી રીતે પાથરો એક ફોઈલ પેપર માં લપેટી અને પ્રી-હીટ ઓવેન માં 10 મિનીટ માટે મુકો હવે ફોઈલ પેપર દુર કરી 2 મિનીટ માટે ઓવેન માં મુકો તૈયાર છે ગાર્લિક બ્રેડ.....

 

No comments:

Post a Comment