ટીપ્સ

1.  જાડી ગ્રેવી બનાવવા માટે કોળું વાપરવું તેને છોલી, સીણીને ઉપયોગમાં લેવું . કાંદા  ખાતા હોવ તો કાંદા ના બદલે કોળું વાપરી શકાય.

2. પંજાબી શાક .પુલાવ ,બિરિયાની ડાલડા ઘીમાં બનાવવા થી સ્વાદ વધારે સારો લાગશે .વાનગી થઇ જાય પછી ચોખ્ખું ઘી નાખવું ડાલડા ઘી ના  ફાવે તો થોડું તેલ અને અને ઘી મિક્ષ કરીને લઇ શકાય.

3.કોર્નફલોર પાણીમાં ઓગળીને નાખવો નહીતો ગાંગડી પડી જશે.કોર્ન્ફ્લોરની જગ્યાપર માવો છીણીને નાખી શકાય. તેનાથી ગ્રેવી જાડી થશે.

4. પાલક સમારીને થોડું પાણી ગરમ કરી તેમાં સેજ મીઠું સાજીનાફુલ નાખી 2મિનીટ ઉકાળી ચલણી માં કાઢી તેના  પર થોડું ઠંડુ પાણી રેડવું પસી પેસ્ટ બનાવવી તેનાથી પાલક  નો કલર લીલોજ રહે છે .

5.ટમેટો પ્યુરી : તપેલીમાં પાણી ગરમ  કરવા મૂકી તેમાં ટામેટા નાખવા 10 મિનીટ ઉકાળી છાલ કાઢવી પછી તેના ટુકડા કરી ક્રસ કરવા .

6.વેજીટેબલ સ્ટોક : 1/2 કપ બટાકા 1/2 કપ ગાજર  1/2 કપ દુધી  1/2 કપ કોબીજ  1/2 કપ કાંદા  1/2 કપ પાલક ના પાંદડા દરેક ના ટુકડા કરવા એક વાસણ  માં 3 કપ પાણી ગરમ કરી તેમાં શાકઅને મીઠું નાખી  ને 10 મિનીટ ફાસ ગેસ રાખી ઉકાળવા 1 કલાક સુધી ઢાકી રાખવા. તો તૈયાર છે વેજીટેબલ સ્ટોક.

7.  ભાત : 1 કપ બાસમતી ચોખા ધોઈ 1 કલાક પલાળી રાખવા.5 કપ પાણી ગરમ મૂકી તે ઉકળે  એટલે તેમાં ચોખા નાખવા ચડી જાય એટલે ચાળણીમાં નાખી નીતરી લેવા ઉપરથી ઠંડુ પાણી રેડવું.

8. પંજાબી દહી : 500 મિલિ દુધને ગરમ કરવું બીજા થોડા દુધમાં કોર્નફલોર નાખી ઓગાળવો તેને ગરમ દુધમાં નાખવું. દૂધ થોડું જાદુ થાય એટલે નીચે ઉતારી લેવું દૂધ ઠંડુ થાય એટલે તેમાં મેળવન નાખી હલાવી ને ઢાકી દેવું  દહીં થઇ જાય એટલે ફ્રીજ માં મુકવું .
 

No comments:

Post a Comment