સ્વીટ


ઘૂઘરા:-

સામગ્રી :
50 ગ્રામ ફણગાવેલા મગ,
50 ગ્રામ મઠ ફણગાવેલા,
50 ગ્રામ ફણગાવેલા ચણા,
પોણો અમેરિકન મકાઈનો ડોડો,
20 ગ્રામ કાજુના ટુકડા,
20 ગ્રામ દ્રાક્ષ,
20 ગ્રામ અંજીર,
ચીઝની છીણ,
ઘઉંનો લોટ 1૦૦ ગ્રામ,
સોયાબીનનો લોટ 1 ચમચી (5 ગ્રામ),
રવો 20 ગ્રામ,
અજમો અડધી ચમચી,
મરી પાઉડર પોણી ચમચી,
ગરમ મસાલો પોણી ચમચી,
હળદર અડધી ચમચી,
તેલ તળવા માટે,
લીંબુ 1 નંગ મોટું,
ખાંડ 2 ચમચી,
પા ચમચી જીરું વઘાર માટે,
લીમડો વઘાર માટે,
તેલ લોટના મોણ માટે,
મીઠું


રીત:
સૌપ્રથમ તેલમાં જીરું અને લીમડો તતડે એટલે તેમાં ફણગાવેલા મગ અને મઠ વઘારી દેવા. તેમાં બે-ત્રણ ચમચી પાણી નાખી ચડવા દેવું. બીજી બાજુના ગેસ પર ચણા બાફી લેવા. ચણા પછી મિક્સ કરીને તેમાં મરી પાઉડર મીઠું અને ગરમ મસાલો નાખીને ધીમે તાપે મસાલો ચડવા દેવો. પાણી બળી જવા આવે એટલે તેમાં બે ચમચી ખાંડ અને લીંબુ નાખી હલાવીને ગેસ બંધ કરી દેવો. ત્યાર બાદ બધા જ ડ્રાયફ્રૂટ તથા ચીઝની છીણ નાખવી. આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું. હવે એક વાસણમાં ત્રણે લોટ લઈ પાંચ પળી તેલ, મીઠું, અજમો અને થોડી હળદર ઉમેરી પૂરીથી સહેજ કઠણ લોટ બાંધી નાની પૂરીઓ વણવી. તેમાં ઉપરનું સ્ટફિંગ ભરીને ઘૂઘરા વાળવા. બધા ઘૂઘરા તેલમાં બદામી રંગના તળી લેવા. 

જલેબી :-


સામગ્રી :-
350 ગ્રામ મેદો 
350 ગ્રામ ચોખા લોટ અથવામકાઇલોટ
500 ગ્રામ ખાંડ
1 મોટી ચમચી દંહી350 ગ્રામ ઘી
કેસર, એલચી પાવડર
 
રીત:-
સૌ પ્રથમ મેદા અને ચોખા ના લોટમાં ઘીનું મોણ નાખી સાધારણ ગરમ પાણી થી લોટ પલાળવો. આ લોટમાં દંહી નાખો અને તનું જાડું ખીરું બનાવો. આ 24 ખીરાને કલાક રાખી મૂકવું.હવે ચાસણી બનાવવા માટે ખાંડ ડૂબે તેટલું પાણી લઈને ગેસ ઉપર મૂકવું અને તેને સતત હલાવતા રહેવું. ખાંડ ઓગળે અને પરપોટા દેખાય એટલે માનવું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે. આ ચાસણીને નીચે ઉતારી તેમાં થોડું કેસર નાખવું અને એલચી પાવડર નાખવો.આ પછી બીજી બાજુ કઢાઈ માં ઘી મૂકવું. હવે અગાઉ તૈયાર કરેલું ખીરૂં નીચેથી કાણાવાળો લોટો લઈ તેમાં ભરવું. કઢાઈમાં મૂકેલું ઘી ગરમ થાય ત્યારે લોટો ગોળ ગોળ ફેરવીને જલેબીના ચકરડા ઉતારવા. આ ચકરડા બરાબર તળાઈ જાય એટલે તેને નીચે ઉતારી, અગાઉ તૈયાર કરેલી ચાસણીમાં 5 10 થી મિનિટ રાખવા. બસ! જલેબી તૈયાર છે. પ્લેટમાં કાઢીને તેને ફાફડા સાથે લેવાથી સ્વાદિષ્ટ લાગે છે.

ગુંદર પાક-

સામગ્રી-

-હીરાકણી ગુંદર ૨૫૦ ગ્રામ
-કોપરા ખમણ ૨૦૦ ગ્રામ
-ઘઉંનો લોટ ૪૦૦ ગ્રામ
-સૂંઠ-ગંઠોડા ચૂર્ણ ૨૫-૨૫ ગ્રામ
-ખાંડ ૪૦૦ ગ્રામ
-એલચી પાઉડર ૫ ગ્રામ
-ઘી ૪૦૦ ગ્રામ


રીત: -
 ગુંદર નાના દાણા રૂપે લેવો. જો મોટો હોય તો તેને અધકચરો ખાંડી લો. ત્‍યાર બાદ તેને ઘીમાં તળી લો. કડાઇમાં ઘી નાંખીને લોટને ગુલાબી એવો શેકી લો. તે લોટમાં ખાંડ, તળેલો ગુંદર, સૂંઠ, ગંઠોડા, કોપરું અને એલચી બધું નાંખીને સરખી રીતે હલાવી લો. ઘી જરૂર મુજબ વધારે નાખી શકાય છે. તેમાં ખાંડને બદલે ગોળ વાપરવો હોય તો તેનો પાયો (ગરમ રબડી) કરી તેમાં બધું ભેળવી દેવું. તૈયાર થયા બાદ તેને ઘી લગાવેલી થાળીમાં ઢાળી દો. અને તેના કાપા પાડી લો અને ડબામાં ભરી લો.

માવા ભરેલા લાડુ-

સામગ્રી-

-1 વાટકી ચણાની દાળ
-1 1/2 વાટકી માવો
-1 વાટકી દળેલી ખાંડ
-4 લીલી એલચી (વાટેલી)
-1 ચપટી જાયફળ પાઉડર
-1 ચપટી તજનો પાઉડર


રીત-
 ચણાની દાળ બાફી લો. એ પછી તેને મિક્સરમાં ક્રશ કરી દો. એક કડાઈમાં ક્રશ કરેલી ચણાની દાળ અને અડધી વાટકી દળેલી ખાંડ નાખી ધીમા તાપે હલાવો. મિશ્રણ તળિયે ચોટતું બંધ થાય ત્યાં સુધી શેકો. પછી નીચે ઉતારી તેમાં એલચી તજ અને જાયફળનો ભૂકો નાખો. ઠંડુ થઈ જાય એટલે આ મિશ્રણના નાના-નાના ગોળા વાળો. માવો પણ સહેજ શેકી ઠંડો પડવા દો. એમાં ખાંડ નાખી બરાબર હલાવો. એના પણ પૂરણના ગોળા જેટલા, પણ થોડા ચપટા ગોળા વાળો. હવે માવાનો એક ગોળો લઈ તેને પહોળો કરી તેમાં પુરણનો ગોળો ભરી દો અને ફરી ગોળો તૈયાર કરી આ રીતે બધા ગોળા તૈયાર કરો. તૈયાર છે તમારા માવાના ભરેલા ટેસ્ટી ટેસ્ટી લાડુ.


અડદ પાક:-
સામગ્રી:-
500 ગ્રામ અડદની દાળનો લોટ
500 ગ્રામ સાકર અથવા ખાંડ
600 ગ્રામ ઘી
50 ગ્રામ ચારોળી
50 ગ્રામ બદામ
15 ગ્રામ મગજતરી
15 ગ્રામ વાંસકપૂર
2 અાની 
કેસર 2, ટેબલસ્પૂન દૂધ, 
ચાંદીના વરખ
દરેક 10 વસ્તુ ગ્રામ - શતાવરી, ગંઠોડા, અાસન, સફેદ મરી સૂંઠ,દરેક 5 વસ્તુ ગ્રામ - તજ, લવિંગ, પીપર, તમાલપત્ર

રીત:-
અડદના લોટને ઘી - દૂધનો દાબો દઈ, ચાળી રવાદાર ભૂકો બનાવવો. પછી ઘીને ગરમ કરી શેકવો. બરાબર શેકાય અને બદામી રંગ થાય એટલે ઉતારી ઠંડો પાડવો ઉપર જણાવેલ બધાં વસાણાંને ખાંડી, ચાળી, લોટમાં નાખવા. એક તપેલીમાં સાકર અથવા ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકાળવું. 1 તેમાં ચમચો દૂધ નાંખી, મેલ કાઢવો. કેસરન ગરમ કરી વાટી, દૂધમાં ઘૂંટી અંદર નાંખવું. ચાસણી અઢી તારી (ગોળ વળે તેવી) થાય એટલે ઉતારી, થોડી વાર ઘૂંટવી, પછી તેમાં લોટ, એલચીનો ભૂકો, બદામ - ચારોળીનો અધકચરો ભૂકો નાખી, થાળીમાં ઘી લગાડી ઠારી દેવું. ઠરે એટલે વધેલા ઘીને ગરમ કરી, ઉપર રેડી દેવું. અથવા ચાંદીનો વરખ લગાડવા.નોંધ - ઘી ઓછું વાપરવું હોય તો ઉપર ઠારવું નહિ. તેને બદલે છોલેલી બદામની કાતરી, પિસ્તાની કાતરી, અને ચારોળી ડિઝાઈન પાડી લગાડી દેવી. વધારે વસાણાં ભાવે નહિં તો ઓછાં નાખવા. એક કિલો અડદનો લોટ ભારે પડે તેમ હોય તો ગ્રામ અડદનો 250, 150 ગ્રામ ચણાનો 100 અને ગ્રામ ઘઉંનો લોટ લેવો.
 
મગની દાળનો શીરો-

સામગ્રી-

-૨ કપ મગ ની દાળ
-સવા કપ ખાંડ
-અડધી ચમચી એલચી નો પાવડર
-બાદમ-પીસ્તા ની કતરણ
-૨ કપ દૂધ
-સવા કપ ઘી


રીત-

મગની દાળને પલાળી ઝીણી વાટી લો.પછી તેને કાપડના ટુકડામાં બાફી કુકરમાં વરાળથી બાફી લો. ઠંડી થાય પછી ચાળણીથી ચાળી લો. ઘી ગરમ મૂકી તેમાં લોટ શેકો. લોટ ગુલાબી થાય એટલે દૂધ નાખો. ખાંડ નાખો. ઘી છુટ્ટું પડે એટલે ઉતારી લો અને મસાલો નાખો.

 
દૂધપાક:-

સામગ્રી: 
5 લિટર દૂધ
150 ગ્રામ ચોખા600 ગ્રામ ખાંડબદામ,
 ચારોળી,
 એલચી,
 જાયફળ 
 ઘી

રીત:  
એક વાસણમાં ઘી લગાડી, દૂધ ઊકળવા મૂકવું. ઉભરો અાવે અને બરાબર ઉકળે એટલે ચોખાને ઘીથી મોઈ નાંખવો અને હલાવ્યા કરવું. ચોખા બરાબર બફાય અને ફાટે એઠલે ખાંડ નાંખવી. બરાબર દૂધ જાડું થાય અને બદામી જેવા કલરનું થાય એટલે ઉતારી ઝીણો મલમલનો કટક ઢાંકી દૂધપાક ઠંડો થવા દેવો પછી બદામને ગરમ પાણીમાં પલાળી, છોલી, તેની કાતરી, ચારોળી અને એલચી - જાયફળનો ભૂકો નાંખવો

દૂધીનો હલવો:-

સામગ્રી 
500 ગ્રામ દૂધી - કુમળી
2 ટેબલસ્પૂન ઘી
300 ગ્રામ ખાંડ,
300 ગ્રામ માવો (મોળો)
1 / 2 લિટર દૂધ,
2 ટેબલસ્પૂન છોલેલી બદામની કાતરી
2 ટેબલસ્પૂન પિસ્તાંની કાતરીથોડા દાણા એલચી,લીલો મીઠો રંગ, વેનીલા એસેન્સ.

રીત :-
દૂધીને છોલી, છીણી નાંખવી. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં થોડા એલચીના દાણા નાંખી, છીણ વઘારવું. થોડી વાર હલાવી તેમાં દૂધ નાંખવું. તાપ ધીમો રાખવો દૂધ બળે અને છીણ બફાય એટલે તેમાં ખાંડ નાંખવી. ખાંડનું પાણી બળે અને લોચા જેવું થાય એટલે લીલો રંગ અને એક ચમચો ઘી નાંખવું. બરાબર ઘટ્ટ અને ઠરે તેવું થાય એટલે ઉતારી, માવાને છીણીને નાંખવો. માવો બરાબર મિક્સ કરી ફરી થોડી વાર તાપ ઉપર મૂકવું. તેમાં બદામ - પિસ્તાની કતરી નાંખવી. માવો બરાબર મિક્સ થઈ જાય એટલે ઉતારી, થાળીને ઘી લગાડી હલવો ઠારી દેવો. બીજે દિવસે હલવો બરાબર ઠરે એટલે ચકતાં પાડવાં.

મોદક:-

સામગ્રી :2કપચોખા
 2કપનાિળયેરનુંખમણ
 1કપખાંડઅથવાગોળ
 1/2કપખસખસ ઘી,
એલનોભૂકો,
ચપટીમીઠું

રીત : ચોખાનેધોઈનેસૂકવીદળાવવા.પછીમદાનીચાળણીથીચાળીલેવા.એકવાસણમાંઘી મૂકી,ગરમથાયએટલેનાિળયેરનુંખમણઅનેદળેલીખાંડનાંખવી.તેમાંખસખસ:અને એલચીનોભૂકોનાંખી,લોચાજેવુંથાયએટલેઉતારીલેવું.

એક તપેલીમાં જેટલા કપ લોટ હોય તેટલા કપ પાણી ઉકાળવું.તેમાંચપટીમીઠું અને બે ચમચા ઘી નાંખી,ઉકળે પછી ઉતારી,ધીમેધીમેલોટનાંખવો.બરાબરહલાવીફરીતાપ ઉપરસીઝવામૂકવો.પછીબાફ આવે એટલે ઉતારી લેવો.ઠંડોપડીયપછીમસળવો તેમાંથીલૂઅોલઈ,વાટકીઅાકારકરી,તેમાંપૂરણભરી,થોડાથોડાઅંતરેમબંધકરી, મોદકનોઅાકારકરવો.પછીવરાળથીબધામોદકબાફીઘીલગાડીદેવું.

રોલર કોસ્ટર:-

સામગ્રી :
(1) 20 મેરી બિસ્કીટ
    1 ટે સ્પુન ડ્રીન્કીંગ ચોકલેટ
    1 ટે સ્પુન કોકો
    3 ટે સ્પુન મલાઈ
   3 ટે સ્પુન આઈસીંગ સુગર
   થોડુક દૂધ

(2)100 ગ્રામ કોપરાની છીન
     3 ટે સ્પુન મલાઈ
     3 ટે સ્પુન આઈસીંગ સુગર 

રીત :
 મેરી બિસ્કીટ નો ભૂકો કરવો ને 1 માં જણાવેલી  સામગ્રી તેમાં નાખવી જરૂર પડે તો દૂધ નાખી લોટ બાંધવો કોપરાની છીન માં 2 માં જણાવેલી બધી સામગ્રી નાખવી. બિસ્કીટ ને કોપરાની છીન ના લોટ ના  બે સરખા ભાગ કરવા પાટલી પર પ્લાસ્ટિક મૂકી બિસ્કીટ નો લુઓ મૂકી લુઆ પર બીજું પ્લાસ્ટિક મૂકી વણવું પછી ઉપરનું પ્લાસ્ટિક કાઢી કોપરાનો લુઓ મુકવો તેના પર પ્લાસ્ટિક મૂકી વણવો ઉપરનું પ્લાસ્ટિક ખસેડી નીચેના પ્લાસ્ટિક સાથે રોટલો કઠણ વળતા જવું અને પ્લાસ્ટિક ખસેડતા જવું આરીતે રોલ  વળી ફ્રીજેર માં મૂકી 1 કલાક પછી  કાપી ને સર્વ કરવું.

 કાજુકતરી:-

સામગ્રી :
 220 ગ્રામ કાજુનો ભૂકો
1 કપ  દળેલી ખાંડ
1/2 કપ દૂધ
ઈલાયચીનો ભૂકો
1 ટી સ્પુન ઘી
વરખ

રીત :
એક વાસણમાં  સેજ ઘી લગાડી દળેલી ખાંડ અને દૂધ નાખી હલાવી ને ગેસ પર મુકવું અને હલાવતા જવું. એક બે ઉભરા આવે એટલે એમાં કાજુ અને ઈલાયચીનો ભૂકો નાખી રોટલો વણાય એવું થાય એટલે નીચે ઉતારી એમાં 1ટી  સ્પુન ઘી નાખવું થાળી અને વેલણ ને ઘી લગાવી રોટલો વણવો ઠંડુ પડે એટલે કપ પાડવા .

 કાલાજામ:-

સામગ્રી :
1 લિ દૂધ
1 લીંબુ
250 ગ્રામ ગુલાબજામ્બુનો માવો
50 ગ્રામ રવો
2 ટે સ્પુન મેંદો
ચપટી સજી ના ફૂલ (સોદા બયકાર્બન )
1 ટે  સ્પુન બુરું ખાંડ
પીળો કલર
તળવા  માટે ઘી
500 ગ્રામ ખાંડ
કોપરાનું  છીન
ચેરી, પિસ્તા કે એલાયચીના દાણા

રીત :
 પરથમ દૂધ ઉકાળીને 1 લીંબુ નો રસ નાખી ને દૂધ ફાડવું અને પનીર કાઢવું પનીર પાણી થી ધોઈ નાખવું પનીર આગલા દિવસ અથવા 2 દિવસ પેલા કાઢવું. માવો કઠણ  હોય તો ચીણવો અને પનીર નાખી મસળવો રવો થોડા દૂધ માં 10 મિનીટ પલાળી  તેમાં નાખવો 2 ટી સ્પુન મેંદો તથા ચપટી  સજી ના ફૂલ નાખવા 1 ચમચી બુરું ખાંડ નાખી મિક્ષ કરવું તેને થાળી માં પાથરી ચાર ભાગ કરવા 3 ભાગ 1 બાજુ અને 1 ભાગ બીજી બાજુ નાના ભાગ માં પીળો કલર નાખવો .નાના ભાગ માંથી જેટલી નાની ગોળી વાલે તેટલાજ મોટા ભાગ માંથી લુઆ કરી ને મોટી ગોળી વાળવી મોટી ગોળીમાં ખાડો કરી નાની  ગોલી મુકી તિરાડ ના રહે તેમ ગોળી વાળવી અને ઘી માં તળવી અને 500 ગ્રામ ખાંડ માં ખાંડ ડૂબે  એટલું પાણી લઇ ચાસની કરવી તેમાં ગરમા ગરમ ગોળી નાખી 5-6 કલાક પલળે એટલે બાર કાઢી કોપરાની છીન માં રગદોળી પીરસતી વખતે કાપીને વચ્ચે ચેરી પિસ્તા કે ઈલાયચીનો દાનો મુકવો 

રસમલાઇ:-

સામગ્રી :
દોઢ લીટર દૂધ
150 ગ્રામ ખાંડ
14 થી 15 રસગુલ્લા
બદામ
કેસર
પિસ્તા

રીત :
દૂધ ને અડધા કરતા ઓછુ રહે તેટલું ઉકાળવું.તેમાં ખાંડ નાંખવી. દૂધ ઉકળે એટલે રસગુલ્લા નીતારી તેમાં નાંખી,2 મિનીટ પછી ગેસ બંધ કરી દેવો.દૂધ ઠંડુ કરવા તેને ફ્રીજ માં મુકવું. પીરસતી વખતે તેમાં બદામ પિસ્તા ની કતરી અને કેસર ઓગાળીને નાંખવું .

રસગુલ્લા:-

સામગ્રી :

1 લિ. દુધ
1 લીંબુ નો રસ
1-1/2 કપ ખાંડ
3 કપ પાણી

 રીત :
દૂધ ને આગલા દિવસે ગરમ કરી, ઠંડુ થાય પછી ફ્રિઝમાં મૂકી દેવું. બીજા દિવસે મલાઈ કાઢી ફરી થી ઉકાળો.
એક કપ માં 1/4 કપ જેટલું પાણી લઇ તેમાં 1 લીંબુ નીચોવવું. દૂધ ઉકળે એટલે 2 થી 3 મિનીટ સુધી ઠંડુ પડે પછી તેમાં લીંબુનું પાણી નાખતા જવું. દૂધ ફાટી જાય ત્યાં સુધી નાખવું.પછી ચાળની માં કપડું મૂકી પનીર કાઢવું પનીર ને  પાણી થી બે વાર ધોવું. પાણી નીતારી પનીરમાં 1ટે. સ્પુ ખંડ નાખી ખુબ મસળવું. સુવાળું થાય એટલે નાના ગોળા વળવા. 1 પહોળા વાસણ માં દોઢ કપ ખંડ ની પાતળી તાર વગર ની ચાસણી કરવી. તે ઉકળે એટલે તેમાં ગોળા નાખી દેવા. તેને 15 મિનીટ ઢાકી ને ઉકળવા દેવા. ગોળા ફુલીજાય  એટલે ગેસ બંધ કરી દેવો.

No comments:

Post a Comment