ઘરેલું ઉપચાર

વજન ઓછુ કરવા માટે :

1) સવારે ભૂખ્યા પેટે 1 ચમચી મધ અને એક ચમચી લીંબુ નો રસ ભેળવી પીવો, સવારે વ્યાયામ કરવો.
2) ખોરાક માં સલાડ અને ફળ વધારે ખાવા ,
3) સાંજ નું ભોજન પ્રમાણમાં ઓછુ લેવું , અથવા હળવો ખોરાક લેવો જે પચવા માં હળવો હોય.
સાવચેતી : ગર્ભવતી મહિલાઓ એ  સેવન કરવું નહિ.

ખીલ અને ખીલના ડાઘ :-
(1) ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે.

(2) પાકાં ટામેટાં સમારીને ખીલ પર બરાબર ઘસવાં. બેચાર કલાક એમ જ રહેવા દેવું. ત્યાર બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખવું. આનાથી ચહેરાના ખીલ મટી જાય છે.

(3) જાંબુના ઠળીયાને પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતા મોં પરના ખીલ મટે છે.

(4) બદામને માખણમાં ખુબ ઘસી તેનો મોં પર લેપ કરવાથી કે માલીશ કરવાથી મોં પરના ખીલ મટે છે.
(5) ગુલાબજળમાં સુખડ ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
(6) છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચીકાશ દુર થાય છે.
(7) ચણા ના લોટ માં થોડી હળદર લીંબુ,દૂધ ની મલાઈ,મધ ભેળવી મો પર લગાવી 5 મિનીટ માટે મસાજ કરી હુફાળા પાણી વડે સાફ કરવું અઠવાડિયા માં 2 વાર કરવાથી મો પરના ડાઘ અને ખીલ દુર થાય છે.

No comments:

Post a Comment