આઈસ્ક્રીમ/ કેક

વેનિલા આઈસ્ક્રીમ-

સામગ્રી-

-1 લિટર દૂધ
-1 કપ દૂધનો પાવડર
-1 ચમચો કોર્નફલોર
-1 ચમચી વેનીલા એસેંસ
-12 ચમચા ખાંડ
-1 ચમચો માર્ગરીન અથવા માખણ

રીત-

બે કપ ઠંડા દૂધમાં કોર્નફલોર અને મિલ્ક પાવડર ઓગાળવો. બાકીનું દૂધ ગરમ કરવું. સાકર અને માર્ગરીન નાંખવું. ગરમ દૂધમાં નાંખી હલાવવું. ઊભરો આવે પછી નીચે ઉતારી ઠંડુ કરવું. ગળણીથી ગાળવું. ઠંડુ પડે પછી એસેંસ નાંખી, ઢાંકીને ડબ્બામાં બરફના ખાનામાં સેટ કરવું. સેટ થયેલા આઈસ્ક્રીમના ટુકડા કરી લિક્વિડાઈઝ કરવો. પાછા ઢાંકીને સેટ કરવો. લગભગ બાર કલાક થશે. આ આઈસ્ક્રીમ ક્રીમ વગર થઈ શકશે. આ પ્રમાણે બધા આઈસ્ક્રીમ જુદી જુદી ફલેવર સાથે બની શકે. મિલ્ક પાવડર તાજો જોઈએ. વાસી હશે તો વાસ આવશે. હોલ
મિલ્ક પાવડર વાપરવો. માર્ગરીનથી આઈસ્ક્રીમ સુંવાળો થશે.

ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ-

સામગ્રી-

-21/2 કપ ફુલ ક્રીમ મિલ્ક
-2 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર
-1 કપ ક્રીમ
-3/4 કપ ખાંડ
-1 કપ ચોકલેટ

રીત-

સૌપ્રથમ એક વાસણમાં દૂધ અને કસ્ટર્ડ પાવડર મિક્સ કરી ઉકાળવા માટે મૂકો. દૂધમાં ઉભરો આવે એટલે પાંચથી છ મિનિટ ચમચાથી હલાવતા-હલાવતા ઉકાળો. હવે ખાંડ નાંખી મિશ્રણ હલાવો. ચોકલેટ ચિપ આઇસક્રીમ માટે કસ્ટર્ડ દૂધનું મિશ્રણ તૈયાર છે. મિશ્રણને સાધારણ ઠંડુ પડે એટલે બે કલાક માટે ફ્રીઝમાં મૂકો. હવે આ ઠંડા કસ્ટર્ડમાં ક્રીમ અને એક મોટી ચમચી ચોકલેટના ટૂકડાં નાંખી સારી રીતે ફેંટી મિક્સ કરી દો. ફેંટેલા મિશ્રણમાં વધેલા બધા ચોકલેટના ટૂકડાં મિક્સ કરો અને એરટાઇટ કન્ટેનરમાં મિશ્રણ ભરી આઇસક્રીમને જામવા માટે ફ્રીઝરમાં મૂકી દો. ચારથી છ કલાકમાં તમારો આઇસક્રીમ તૈયાર થઇ જશે. કન્ટેનરમાંથી ચોકલેટ ચિપ આઇસક્રીમ કાઢી સર્વ 
કરો.

ચોકલેટ કેક :-
સામગ્રી:-
1 કપ મેંદો
1 ચમચી કોર્ન ફ્લોર (મકાઇ નો જીનો લોટ )
1 ચમચી બેકિંગ સોડા
2 ચમચી માખણ
2 ચમચી  ચોકલેટ પાવડર
1/2 કપ કંડેન્સ મિલ્ક (બનવાની રીત ટીપ્સ માં આપેલ છે )
2 ચમચી દળેલી ખાંડ
આખું મીઠું

રીત :-
કોર્ન ફ્લોર, મેંદો ,બેકિંગ સોડા મિક્ષ કરી ચાળની થી ચાળી લો હવે એક વાસણ માં માખણ અને દળેલી ખાંડ મિક્ષ કરો તેમાં ચોકલેટ પાવડર માં પાણી ભેળવી ને નાખો ખુબ હલાવો ખાંડ ની કણી ના રેય ત્યાં સુધી હવે તેમાંકંડેન્સ મિલ્ક નાખી  થોડું થોડું મેંદા વાળું મિશ્રણ નાખતા જાવ અને હલાવતા જાવ અને થોડું જાડું રે એવું મિશ્રણ તૈયાર કરો, કેક ના વાસણ માં થોડું ઘી લગાવી થોડો ઘઉં નો લોટ ભભરાવી મિશ્રણ નાખો. એક કુકર ના તળિયે મીઠું નાખો 30 મિનીટ ગરમ થયા પછી કાંઠા પર કેક્વાળું વાસણ મુકો કુકર ના ઢાકણ ની સીટી કાઢી કુકર ઢાકી દો.45 મિનીટ માટે રેવાદો ઉપર થી મનગમતું ચોકલેટ નું મિશ્રણ તૈયાર કરી પથરો અને ટોપિંગ કરો.

મેંગો આઈસક્રીમ-

સામગ્રી-

-2 થી 3 વાટકી તાજો બનાવેલો કેરીનો રસ
-1/2 વાટકી ખાંડ
-1 વાટકી દૂધ
-1/2 વાટકી ફ્રેશ મલાઇ
-1/4 પા વાટકી મિલ્ક પાવડર
-1/2 ચમચી જીએમએસ પાવડર
-1/4 વાટકી બદામ પિસ્તાની કતરણ
-કેરીના થોડા કટકા


રીત-

સૌથી પહેલા કેરીના રસને ગાળી લો. બાદમાં દૂધમાં મિક્લ પાવડર અને ખાંડ નાંખીને ઉકાળીને ઠંડુ કરો. સારી રીતે ઠંડુ થાય એટલે તેમાં કેરીનો રસ, જીએમએસ પાવડર, દૂધ અને મલાઈ નાંખી મિક્સીમાં બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને આઇસ્ક્રીમ પોટમાં નાંખો અને એક-દોઢ કલાક માટે ફ્રીઝરમાં મૂકો. ફરીથી બહાર કાઢો અને મિક્સીમાં ફેરવી મિક્સ કરો. ફરીથી આઇસ્ક્રીમ પોટમાં નાંથી ઓછામાં ઓછું ત્રણ-ચાર કલાક માટે ફ્રીઝરમાં રહેવા દો. હવે તૈયાર થયેલા આઇસ્ક્રીમને બદામ-પિસ્તાની કતરણથી સજાવો અને કેરીના કાપેલા ટૂકડાથી ગાર્નિશ કરી કૂલ-કૂલ સર્વ કરો.



ઓરેન્જ આઈસ્ક્રીમ-

સામગ્રી-

-300 ગ્રામ ક્રીમ
-12 ચમચી ખાંડ
-3 કપ નારંગીનો રસ


રીત-

સૌપ્રથમ નારંગીના રસમાં ખાંડ નાંખી હલાવવું. ક્રીમ વ્હીપ કરી નાંખવું. ચપટા એલ્યુમિનિયમના ડબ્બામાં ઢાંકીને બરફના ખાનામાં રાખવું. સેટ થાય પછી ઉપયોગમાં લેવો. આ આઈસ્ક્રીમ જલદી બને છે. લિક્વિડાઈઝ કરવાની જરૂર નથી. ખાંડ પ્રમાણસર ચાખીને નાંખવી. આઈસ્ક્રીમ સેટ થઈ ગયા બાદ બાળકોને સર્વ કરો,




સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ-

સામગ્રી-

-2 લીટર દૂધ
-5 ચમચી કોર્નફ્લોર
-100 ગ્રામ ક્રીમ
-250 ગ્રામ ખાંડ
-100 ગ્રામ વ્હાઈટ માખણ
-4 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
-1/2 પેકેટ ચાઈના ગ્રાસ
-સ્ટ્રોબેરી સ્વાદાનુસાર


રીત-
સૌપ્રથમ દૂધને ગરમ કરવુ. ઉભરો આવે એટલે ચાઈનાગ્રાસ પાણીમાં પલાળી, નીચોવીને ગરમ દૂધમાં નાખીને હલાવતા રહેવુ. કોર્નફ્લોરને ઠંડા દૂધમાં ઓગાળીને ગરમ દૂધમાં મિક્ષ કરીને બરાબર હલાવો. ત્યાર બાદ ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરવુ. બે ઉભરા આવે એટલે નીચે ઉતારી લેવુ. સ્ટ્રોબેરીને ધોઈને ઠંડા દૂધમાં નાખવી. છેલ્લે માખણ નાખીને ગેસ બંધ કરવો. આ મિશ્રણને મિક્ષરમાં નાખી ક્રશ કરી લેવુ. એલ્યુમિનિયમના ડબ્બામાં દૂધ નાખી ફ્રીજરમાં સેટ થવા માટે મૂકો. લગભગ બેથી ત્રણ કલાક બાદ તેને બહાર કાઢી નાના-નાના ટુકડા કરી, તેમાં ક્રીમ નાખી બરાબર હલાવવુ. ફરી પાછું મિક્ષરમાં ક્રશ કરી લેવુ. ફરીથી તેને ડબ્બામાં પાથરીને ફ્રીજરમાં આઠથી દસ કલાક માટે સેટ કરવા મૂકવુ. આઈસ્ક્રીમને ઢાંકીને સેટ થવા માટે મૂકવો. તૈયાર
થયેલા આઈસ્ક્રીમને સ્કૂપ કરીને સર્વ કરો. 

પીસ્તા મલાઈ આઈસ્ક્રીમ-

સામગ્રી-

-100 ગ્રામ પીસ્તા
-250 ગ્રામ મલાઈ
-250 ગ્રામ ખાંડ
-10 નંગ બદામ
-100 મિલી દૂધ
-2 થી 3 ટીપાં વેનિલા એસેન્સ
-2 ટીપાં આઈસ્ક્રીમ એસેન્સ
-2 ટી સ્પૂન રોઝ વોટર
-3 થી 4 ટીપાં લીલો રંગ

રીત-

સૌપ્રથમ એક ચમચી જેટલા પિસ્તા ગાર્નિશીંગ માટે કાઢી લો. ત્યાર બાદ બાકીના પિસ્તાને દૂધમાં લગભગ પાંચથી છ કલાક માટે પલાણી રાખો. હવે આ મિશ્રણને મિક્ષર ઝારમાં લો. તેમાં રોઝ વોટર, બધા એસેન્સ અને લીલો રંગ નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે મિક્ષર ગ્રાઈન્ડર કરીને એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે મલાઈમાં ખાંડ નાખીને બરાબર ફેટી લો. ત્યાર બાદ પિસ્તાની પેસ્ટ મલાઈમાં ઉમેરો. આ મિશ્રણને આઈસ્ક્રીમ માટેના ડબ્બામાં બરાબર સેટ કરીને ફ્રીજરમાં મૂકો. લગભગ ત્રણથી ચાર કલાક બાદ તેને બહાર કાઢી મિક્ષર જારમાં ફરી લઈને ગ્રાઈન્ડ કરી લો. ફરીથી તેને આઈસ્ક્રમી બોક્ષમાં નાખીને સેટ કરવા માટે મૂકો. લગભગ ચારથી પાંચ કલાક બાદ આઈસ્ક્રીમ સેટ થઈ ગયો હશે. તેને બહાર કાઢી પીસ્તા અને બદામની કતરણથી ગાર્નિશ કરીને કૂલ-કૂલ સર્વ કરો.



મેંગો એપલ સ્મૂધી-

સામગ્રી-

-1 નંગ કેરીના ટુકડા
-1/2 નંગ ક્રશ કરેલું સફરજન
-50 મિલી ઠંડું દૂધ
-300 ગ્રામ ખાંડ
-100 ગ્રામ દહીં
-થોડી કેરીની સ્લાઈસ
-સફરજનના ટુકડા

રીત-

સૌપ્રથમ કેરીના ટુકડા મિક્સરમાં ફેરવી લો. પછી એમાં દૂધ, દહીં અને ખાંડ ઉમેરી મિકસર પાછું ચલાવી બધું મિશ્રણ એકરસ કરી લો. હવે આ સ્મૂધીને એક ગ્લાસમાં કાઢી ઉપર ક્રશ કરેલું સફરજન પાથરો. ત્યાર બાદ કેરીની સ્લાઈસ અને સફરજનના ટુકડાથી ગાર્નિશ કરીને સર્વ કરો.



બ્લેક ગ્રેપ્સ સ્મૂધી-

સામગ્રી-

-1 કપ સમારેલી કાળી દ્રાક્ષ
-1 કપ દહીં
-4 ટેબલ સ્પૂન ખાંડ
-આઈસ ક્યૂબ જરૂર મુજબ

રીત-

બધી જ સામગ્રીને ભેગી કરીને બ્લેન્ડરની મદદથી સ્મૂધ પેસ્ટ બનાવી લો. તૈયાર છે ટેસ્ટી સ્મૂધી. થોડા સમય માટે ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકો. ઠંડી થયા બાદ તેને ગ્લાસમાં રેડો. આઈસ ક્યૂબ નાખીને સર્વ કરો. 



ઓરેંજ બનાના સ્મૂધી-

સામગ્રી-

-1/2 કપ નારંગીના ટુકડા
-3/4 કપ કેળાના ટુકડા
-11/2 કપ દહીં
-1/2 કપ દૂધ
-2 ટી સ્પૂન દળેલી ખાંડ
-4 નંગ આઈસ ક્યૂબ

રીત-

બધી જ સામગ્રીને ભેગી કરીને બ્લેન્ડરની મદદથી સ્મૂધ પેસ્ટ બનાવી લો. તૈયાર છે ટેસ્ટી સ્મૂધી. હવે ચાર ગ્લાસમાં સરખા ભાગે રેડો. આઈસ ક્યૂબ નાખીને સર્વ કરો.



ચોકો ચીકુ સ્મૂધી-

સામગ્રી-

-1 કપ ચોકલેટ આઈસક્રીમ
-1 કપ ક્રશ્ડ ચીકુ
-3 ટેબલ સ્પૂન ખાંડ
-1 કપ બરફ
-4 ટેબલ સ્પૂન ક્રશ્ડ બરફ
-થોડી ચીકુની સ્લાઇસ
-થોડી ક્રશ્ડ ચોકલેટ


રીત-

સૌપ્રથમ એક બાઉલમાં ચોકલેટ આઈસક્રીમ, ચીકુ, ખાંડ અને બરફ બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેને બ્લેન્ડરની મદદથી ક્રશ કરી લો. હવે ર્સિંવગ ગ્લાસમાં ૨ ટેબલ સ્પૂન ક્રશ્ડ બરફ નાખો. તેમાં ચીકુ સ્મૂધી નાખો. ત્યાર બાદ ગ્લાસને ચીકુની સ્લાઇસ અથવા ચોકોથી ગાર્નિશ કરી ઠંડું-ઠંડું સર્વ કરો.



હની મૅન્ગો સ્મૂધી-

સામગ્રી-

-3/4 કપ પાકી કેરીના ટુકડા
-11/2 કપ ખાંડ
-1 ચમચી મધ
-1 કપ મલાઈ કાઢી લીધેલું દૂધ
-1/2 ચમચી લીંબુનો રસ
-થોડા બરફના ટુકડા
-થોડાં ફુદીનાનાં પાન

રીત-

સૌપ્રથમ મિક્સરના જારમાં કેરીના ટુકડા, સાકર અને મધ લઈ બ્લેન્ડ કરો. એમાં દૂધ અને લીંબુનો રસ ઉમેરી સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. લાંબા ગ્લાસમાં બરફના ટુકડા નાખો. એના પર તૈયાર કરેલી સ્મૂધી રેડો. કેરીના ટુકડા અને ફુદીનાનાં પાનથી સજાવી ઠંડું-ઠંડું સર્વ કરો.



વોટરમેલન સ્મૂધી-

સામગ્રી-

-3 કપ તરબૂચના ટુકડા
-1 કપ દૂધ
-1/2 કપ દહીં
-3 ચમચા ચાસણી 


રીત-

સૌપ્રથમ તરબૂચના બી કાઢી લઇ તેના અડધા ઇંચના નાના-નાના ટુકડા સમારો. તરબૂચના ટુકડા જેટલા નાના હશે, એટલા સ્મૂધી બનાવવામાં વધારે સારા રહેશે.તે પછી બ્લેન્ડરમાં દૂધ, તરબૂચના ટુકડા, દહીં, ચાસણી નાખો અને બ્લેન્ડ કરીને સ્મૂધી તૈયાર કરો. ગ્લાસમાં નાખીને સર્વ કરો.



બનાના અને એપલ સ્મૂધી-

સામગ્રી-

-1 નંગ પાકેલુ કેળુ
-1 નંગ નાનું સફરજન
-11/2 ગ્લાસ દૂધ
-1 નાની ચમચી મઘ
-1/2 ચમચી તજનો પાવડર
-લીંબૂનો રસ સ્વાદાનુસાર


રીત-

સૌપ્રથમ કેળા અને સફરજનને સમારી લો. તેના પર લીંબૂનો રસ નાખો. બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં ફેરવી લો. એકદમ સ્મૂધ સ્મૂધી તૈયાર કરો. તૈયાર થયેલી સ્મૂધીને ગ્લાસમાં નાખીને તજનો પાવડર ઉમેરીને સર્વ કરો. 


ગુલાબજામુન કુલ્ફી-

સામગ્રી-

-12 થી 16 નંગ નાના ગુલાબજાંબુ
-5 1/2 કપ દૂધ
-3 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
-2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર
-1 ટીન(૪૦૦ ગ્રામ) કન્ડેન્સ મિલ્ક
-4 ટેબલ સ્પૂન છીણેલો માવો
-15 થી 20 નંગ બદામ(ભીની કરીને છાલ ઉતારેલી)


રીત-

સૌપ્રથમ એક ઊંડી નોનસ્ટિક કડાઇમાં પાંચ કપ દૂધ ઉકાળો. જ્યાં સુધી દૂધ ઘાટું, લગભગ ઉકાળવા મૂકેલા દૂધનું અડધું ન થઈ જાય ત્યાં સુધી ઉકાળો. અડધા કપ દૂધમાં મિલ્ક પાઉડર અને કોર્નફ્લોર બરાબર મિક્ષ કરી લો. જ્યાં સુધી તે મિશ્રિત ન થાય ત્યાં સુધી હલાવો. હવે દૂધની અંદર તે મિશ્રણ નાખો અને જ્યાં સુધી ઘટ્ટ ન થાય ત્યાં સુધી ઉકાળો. હવો કન્ડેન્સ મિલ્ક તેમાં ઉમેરો. પછી તેમાં માવો ઉમેરો અને મિક્સ કરીને તેને સતત હલાવતા રહો. બદામને પીસીને કડાઇમાં નાખીને મિક્સ કરવી. તેમાં ગુલાબજાંબુ નાખો અને મિક્સ કરીને પકવતા રહો. આ દરમિયાન ચારથી પાંચ મિનિટ સતત હલાવતા રહો. મિશ્રણને કુલ્ફીના પાત્રમાં નાખો અને તેને થોડું ઠંડું થવા દો. હવે તેને જમાવવા માટે ફ્રિઝરમાં મૂકો. પૂરેપૂરું જામી જાય પછી કુલ્ફીના પાત્રમાંથી કાઢી સર્વ કરો.




સંતરાની કુલ્ફી-
સામગ્રી-

-1 લીટર ફુલ ક્રીમ મિલ્ક
-1 ગ્રામ કેસર
-20 ગ્રામ પિસ્તા કાપેલા
-30 ગ્રામ બદામ કાપેલી
-150 ગ્રામ ખાંડ
-1 નંગ નારંગી

રીત-

સૌપ્રથમ દૂધમાં ખાંડ, પિસ્તા અને કેસર મિક્સ કરી ધીમી આંચે રબડી જેવું થાય ત્યાં સુધી ઉકાળો. ગેસની આંચ પરથી ઉતારી ઠંડુ થવા અલગ મૂકી રાખો. સંતરાની ઉપરની બાજુથી થોડી છાલ કાઢી વચ્ચેનો હિસ્સો સાવધાની પૂર્વક કાઢી લો. હવે છાલમાં રબડીનું મિશ્રણ ભરો. ઉપરની કાઢેલી છાલને સારી રીતે ઢાંકી ફ્રીઝરમાં ત્રણેક કલાક માટે મૂકી દો. ફ્રીઝરમાંથી કાઢી જોઇ લો કે તમારી કુલ્ફી તૈયાર થઇ ગઇ છે કે નહીં. જો ન થઇ હોય તો તેને ફરી થોડા સમય માટે જામવા મૂકી રાખો. હવે જ્યારે કુલ્ફી તૈયાર થઇ જાય એટલે સંતરાની ઉપરની છાલ કાઢી લો. તમે સંતરાની સ્લાઇઝની મદદથી ગાર્નિશ કરી શકો છો. ઇચ્છો તો ફ્લેવર સીરપથી પણ સજાવી શકો છો. ઠંડી ઠંડ કુલ્ફી સર્વ કરો.

ઍપલ કુલ્ફી-

સામગ્રી-

-1 લિટર દૂધ
-1 કપ સાકર
-1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
-1 ચમચો મિક્સ્ડ ડ્રાયફ્રૂટ્સ
-4 નંગ મધ્યમ કદનાં સફરજન
-કેસરના થોડા તાંતણા

રીત-

સૌપ્રથમ દૂધમાં સાકર મિક્સ કરીને ધીમા તાપે ઉકાળો. પાંચ મિનિટ સુધી ઉકાળ્યો પછી એમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો. દૂધ અડધા ભાગનું થઈ જાય એટલે ગૅસ પરથી ઉતારીને અલગ રાખો. હવે દૂધમાં ડ્રાયફ્રૂટ્સ અને કેસર ઉમેરીને હલાવો. સફરજનને છાલ સાથે જ બે સરખા ભાગમાં કાપો. એમાંથી બી અને થોડો ગર સ્કૂપ કરો. સફરજનના ટુકડાને વાટકી જેવો આકાર આપો. હવે ઍપલના સ્કૂપ કરેલા ખાલી ભાગમાં તૈયાર કરેલું દૂધ ભરો. ઍપલના ટુકડાઓને એક ટ્રેમાં સીધા ગોઠવો અને ફ્રીઝરમાં સેટ કરવા મૂકો. કુલફી જામી જાય એટલે ઠંડી જ સર્વ કરો.



ચીકુ મટકા કુલ્ફી-

સામગ્રી-

-1 લિટર દૂધ
-100 ગ્રામછીણેલો માવો
-6 નંગ ચીકુ
-1/2 ટીન મિલ્ક મેઇડ
-2 ટેબલ સ્પૂન ખાંડ
-1 ટેબલ સ્પૂન બદામની કતરણ
-1 ટેબલ સ્પૂન પિસ્તાંની કતરણ
-1 ટેબલ સ્પૂન ચોકલેટ પાઉડર
-થોડાં ટીપાં વેનિલા એસેન્સ


રીત-

સૌપ્રથમ ચીકુની છાલ ઉતારીને તેનો માવો બનાવી લો. ત્યાર બાદ એક કડાઈમાં દૂધ અને મિલ્ક મેઇડ ગરમ કરો. ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ નાખવી. ખાંડ બરાબર ઓગળી જાય એટલે ઉતારી લેવું. આ મિશ્રણ ઠંડું પડે એટલે તેમાં માવો અને ચીકુનો માવો ઉમેરવો. ત્યાર બાદ મિક્સરમાં આ મિશ્રણને એકરસ કરી લો. એક બાઉલમાં ટ્રાન્સફર કરીને પછી તેમાં એસેન્સ ઉમેરી બરાબર હલાવી લો. તેમાં બદામ, પિસ્તાંની કતરણ ઉમેરો. ત્યારબાદ કુલ્ફીના મોલ્ડમાં આ મિશ્રણને ઢાળી દો અને ડીપ ફ્રીઝરમાં કૂલ સેટ થવા મૂકી દો. બરાબર જામી ગયા બાદ ફ્રીઝરમાંથી કાઢી લો. તૈયાર છે ચીકુ મટકા કુલ્ફી.

કુલ બદામની કુલ્ફી-

સામગ્રી-

-1 કપ બદામ (ગ્રાઈન્ડ કરેલી)
-1 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
-1 કપ વ્હિપ કરેલું ક્રિમ
-1/4 ટી સ્પૂન ઈલાયચીનો પાવડર
-1/2 કપ પિસ્તા (ઝીણા સમારેલા)
-1 ચપટી કેસર

રીત-

સૌપ્રથમ એક મોટા બાઉલમાં પિસ્તા અને કેસર સિવાયની બધી જ સામગ્રીને મિક્સ કરી લો. ત્યાર બાદ આ મિશ્રણને પાંચેક મિનીટ સુધી નરમ બનાવવા માટે ફેંટી લો. હવે આ મિશ્રણને કુલ્ફીના મોલ્ડમાં રેડો. તેના પર પિસ્તા અને કેસર ભભરાવો. કુલ્ફીના મોલ્ડને આઠથી દસ કલાક માટે ફ્રિઝરમાં મૂકીને ઠંડી થવા દો. તૈયાર છે ઠંડી ઠંડી કૂલ કૂલ બદામ કુલ્ફી.


ક્રીમી કસ્ટર્ડ કુલ્ફી-

સામગ્રી-

-1/2 લીટર દૂધ
-3 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર
-50 ગ્રામ ફેંટેલી ક્રીમ
-5 થી 6 ટેબલ સ્પૂન ખાંડ
-1/2 ટી સ્પૂન લીંબૂનો રસ

રીત-

સૌપ્રથમ દૂધ અને ખાંડને ધીમી આંચે ઉકળવા મૂકો. 1/4 પ્યાલા જેટલા દૂધમાં કસ્ટર્ડ પાવડર મિક્સ કરો. ત્યાર બાદ 10 મિનિટ સુધી દૂધ ઉકળવા દો. પછી કસ્ટર્ડનુ મિશ્રણ દૂધમાં નાખો. 2-3 મિનિટ સુધી ઉકળવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો. હવે તેમાં ફેંટેલી ક્રીમ અને લીંબૂનો રસ નાખીને મિક્સ કરો. કુલ્ફીના સાંચામાં ભરીને ફ્રીજરમાં જમાવવા મુકી દો.

મેંગો કુલ્ફી-

સામગ્રી-

-1 1/2 લિટર દૂધ
-1 કપ કેરીનો ઘટ્ટ માવો
-1/4 કપ ફ્રેશ ક્રીમ
-3/4 કપ ખાંડ


રીત-

સૌપ્રથમ દૂધને મધ્યમ તાપે ઉકાળવા મૂકો. બરાબર અડધું થાય ત્યાં સુધી ઉકાળવું. ત્યાર બાદ તેમાં ખાંડ નાખી ફરીથી ૧૦ મિનિટ ઉકાળવું. પછી તેને ઠંડું થવા દેવું. એકદમ ઠંડું પડે એટલે તેમાં કેરીનો ઘટ્ટ માવો અને ફ્રેશ ક્રીમ મિક્સ કરવા. કુલ્ફીના મોલ્ડમાં ભરી ફ્રીજરમાં મૂકવું. કુલ્ફી જામીને બરાબર સેટ થાય એટલે સર્વ કરવી.


ફ્રેશ રોઝ કુલ્ફી-

સામગ્રી-

-7 થી 8તાજા ગુલાબના ફૂલ
-1 લીટર ક્રીમવાળુ દૂધ
-1/2 વાડકી ખાંડ
-2 ટેબલ સ્પૂન ક્રીમ
-3 ટેબલ સ્પૂન દૂધ પાવડર
-2 ટેબલ સ્પૂન ગુલાબજળ
-2 ટેબલ સ્પૂન ચાસણી

રીત -

સૌ પ્રથમ ગુલાબના ફૂલોના પાનને ચોખ્ખા પાણીથી ધોઈને વાટીને તેનો રસ કાઢી લો. ત્યાર બાદ દૂધને ઉકાળવા મૂકો. જ્યારે તે અડધુ રહી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ કરી લો. હવે તેમાં ગુલાબનો રસ, ચાસણી, ખાંડ, દૂધ પાવડર, ક્રીમ અને ગુલાબ જળ નાખી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેને મિક્સર જારમાં નાખીને ચલાવી લો. હવે આ મિશ્રણને કુલ્ફીને સાંચામાં નાખીને ફ્રીજરમાં મુકો. બરાબર સેટ થાય એટલે કૂલ-કૂલ સર્વ કરો. રોજ કુલ્ફી તૈયાર છે.



શુગર કેન કુલ્ફી-

સામગ્રી-

-2 ગ્લાસ શેરડીનો રસ
-1 પ્યાલી મિલ્ક પાવડર
-1 મોટી ચમચી લીંબૂનો રસ
-1 મોટી ચમચી બટર સ્કોચ
-થોડા કાજૂ

રીત-

સૌપ્રથમ બટર સ્કોચ બનાવવા માટે બે મોટી ચમચી ખાંડને જાડા તળિયાના વાસણમાં ઓગાળો. ઓગળેલી ખાંડમાં અધકચરા કાજૂ નાખો અને કોઈ ચિકાશવાળા સમતલ સ્થાન પર તેને ફેલાવીને જમાવી દો. અને પછી કકરુ કરી મુકો. શેરડીનો રસ થોડો ઘટ્ટ કરો. તેમા મિલ્ક પાઉડર, લીંબુનો રસ અને બટર સ્કોચ નાખીને કુલ્ફીના સાંચામાં ભરો અને ફ્રીઝરમાં મુકો. પાંચેક કલાક પછી કુલ્ફી તૈયાર થઈ જશે.

No comments:

Post a Comment