પંજાબી વાનગી

મટર પનીર:-

સામગ્રી:

200ગ્રામ પનીર
400 ગ્રામ વટાણા
2 નંગ કાંદા
4 નંગ બદામ
3 નંગ તજ
5 લવિંગ
1 ચમચી ખસખસ
1 ચમચી આખા ધાણા
10 મરી
6 એલચી
3 ચમચી તેલ
1 ચમચી ઘી
150 ગ્રામ ટામેટા
1 ચમચી ગરમ મસાલો
1 ચમચી લાલમરચું
1/2 કપ કોથમીર
મીઠું સ્વાદ અનુસાર

રીત:
પનીર ના ચોરસ ટુકડા કરી તળી નાખવા .વટાણા ને છુટ્ટા બાફવા કાંદા  જીના સમારવા બદામ ,તજ ,લવિંગ ખસખસ, ધાણા ,મરી ,એલચી વાટી નાખવા .1 વાસણ  માં તેલ ગરમ કરી ઘી નાખી કાંદા સાંતળવા તેમાં ટામેટા ની ગ્રેવી નાખવી ગરમ થાય એટલે સુકામેવા ની પેસ્ટ નાખવી બાકીનો મસાલો નાખી સાતલવુ . તેમાં વટાણા  અને પનીર નાખવું .પાણી નાખવું અને સ્વાદ પ્રમાણે  મીઠું નાખવું રસો જાડો રહે એટલે ઉતારી લેવું ઉપરથી કોથમીર થી ગર્નીસ કરવું .

નોંધ : આલું મટર માં પનીર ની જગ્યાએ બટાકા તળીને  નાખવા .

નવરત્ન  કરી:-

સામગ્રી :
 50 ગ્રામ પનીર
ઘી પ્રમાણસર
10 નંગ કાજુ
50 ગ્રામ બટાકા
1/2 કપ કોપરું
1 ટે સ્પુન દાળિયા
નાનો ટુકડો આદુ
2 નંગ  મરચા
1 ટે સ્પુન ધાણાજીરું
8 થી 10 ફુદીનાના પાન
1/2 ટે સ્પુન ખસખસ
1 ટે સ્પુન જીરું
તેલ પ્રમાણસર
2 વાટેલી  ડુંગળી
7 થી 8 કળી વાટેલું લસણ
ફણસી,ગાજર કેપ્સીકમ ,વટાણા ફુલાવર ટમેટા બધુ 50-50 ગ્રામ
3 સ્લાઈસ  પાઈનેપલ
25 ગ્રામ ચેરી 
3 ટે સ્પુન ખાંડ
1 સફરજન
2 ચીકુ
1 ટે સ્પુન કોનફ્લોર
થોડું બટર
10 નંગ દ્રાક્ષ
મલાઈ
મીઠું સ્વાદાનુસાર

રીત :

પનીર ના ચોરસ ટુકડા કરી ઘી માં તાલી પાણીમાં નાખવા.કાજુ તથા બટાકાના ચોરસ ટુકડા કરી ,ઘી કે તેલ માં તળી  લેવા. કોપરું ,દાળિયા આદુ ,મરચા ખસખસ  વતી પેસ્ટ બનાવવી.
ગેસ પર 1 વાસણમાં 4 ટે સ્પુન તેલ મૂકી તેમાં પેસ્ટ સાતલવી  તેમાં કાંદો અને લસણ ની પેસ્ટ નાખવી.તમેતાને 5મિનીટ બાફી શાલ કાઢી મિક્ષર માં ક્રસ કરી પલ્પ કાઢી તેમાં નાખવું . ઉપર જણાવેલી વસ્તુઓમાંથી સક ડ્રાયફ્રુટ નવ પ્રકારના લેવા
ફુલાવર ફાંસી ગાજર વાતના પાણીમાં છુટા બાફી કેપ્સીકમ સાંતળવા.ફ્રુટ સમારવું.
પાઈનેપલના ટુકડા કરી ખાંડ અને થોડું મીઠું નાખી બાફવા
 ટામેટાની બનાવેલી ગ્રેવી માં શાક  નાખવા દુધમાં કોન્ફ્લોર હલાવી થોડું પાણી નાખવું તેમાં ફ્રુટ અને ડ્રાયફ્રુટ નાખવા ઉભરો આવે એટલે તેમાં મીઠું અને પાઈનેપલ નાખી ઉતારીલેવું પીરસતી વખતે તેમાં બટર  કે ક્રીમ નાખવું .

વેજીટેબલ  જયપુરી:-

સામગ્રી :
2 ગાજર
2 બાફેલા બટાકા
250 ગ્રામ કોબીજ
100 ગ્રામ બાફેલા વટાણા
2 ટે સ્પુન ઘી
3 ટામેટા
3  મરચા
1/2 સ્પુન ખાંડ
1/2 સ્પુન લાલ મરચું
1/2 કપ સમારેલી કોથમીર
મીઠું સ્વાદનુસાર

વાટવાનો  મસાલો : 2 સ્પુન કોપરાની છીન ,ધાણા ,હળદર ,લસણ ,1 કાંદો બધું ભેગું કરી વાટવું .

સુકો મસાલો : તજ લવિંગ જીરું મરી ખાંડીને મસાલો બનાવવો .

 રીત :
ગાજર ને ધોઈ છોલી નાના ટુકડા કરવા કોબીજને જીની સમારવી બાફેલા બટાકા ના નાના ટુકડા કરવા. વટાણા બાફવા. ગેસ પર એક વાસણ માં ઘી ગરમ કરી તેમાં વાટેલો મસાલો નાખવો સુગંધ  એટલે કોબીજ નાખવી થોડું  પાણી નાખી થોડી વાર ઢાકણ ઢાકી ચડવા દેવું ત્યારબાદ તેમાં બટાકા ,ગાજર , વટાણા ના ટુકડા નાખી સુકો મસાલો નાખવો ત્યારબાદ થોડું પાણી નાખી લીલા મરચા ના  કટકા નાખવા લાલ મરચું નાખી નીચે ઉતારી લેવું   પીરસતી વખતે કોથમીર થી ગાર્નીશ  કરવી .


પાલક મટર પનીરઃ-

સામગ્રી-
-1 કિલો પાલક
-1 લીટર દુધના પનીરના તળેલા ટુકડા
-1 ચમચી ગરમ મસાલો
-2 ચમચી ટમેટાનો પલ્પ
-2 ચમચી ક્રીમ કે મલાઈ
-250 ગ્રામ વટાણા
-2 ચમચી દહીં
-ચપટી ખારો
-મીઠું


પેસ્ટ માટે સામગ્રી-
-25 ગ્રામ કાજુના ટુકડા
-1 ચમચી સેકેલું જીરૂ
-8 થી 10 મરચા
-25 ગ્રામ મગજતરી
-1 ચમચી ખસખસ


રીતઃ
પાલકને સાફ કરી તપેલીમાં 1 કપ પાણી તથા ખરો નાંખી બાફવા ખુલ્લિ બાફો બફાઈ જાય એટલે બ્લેન્ડ કરી લો વટાણાને વરાળ થી બાફી લો ઘી ગરમ મૂકી પેસ્ટ સાંતળો ટામેટાનો પલ્પ નાંખો દહીં નાખી 2 મિનીટ પછી પાલકની પેસ્ટ બાફેલા વટાણા તથા પનીર ના ટૂકડા નાખો મીઠું ગરમ મસાલો તથા 1 કપ પાણી નાંખી ઉકાળો ઘટ્ટ થાય ત્યારે ઉતારી લો બાઉલમાં કાઢી ઉપર વ્હીપ કરેલી ક્રીમ નાંખો ક્રીમ ને ચમચીથી વાટકીમાં ઘૂંટી લેવી.



No comments:

Post a Comment